રસ્તે રઝળતાં ઢોર
મેં અગાઉ ‘રસ્તે રઝળતી આપણી ધેનુકાઓ’ વિષે લખ્યું છે. આજે એક દુખદ સમાચાર વાંચ્યા પછી ફરીથી એજ વિષય પર લખ્યા વગર રહી શકતો નથી.
હવે તો એમાં દુઝણી ભેંશો પણ આવે છે. સૌથી કફોડી સ્થિતિ તો સ્કુટર અને બાઇક પર જતા લોકોની છે. રસ્તામાં બેફામ ફરતી ગાય કે ભેંશને અથડાવાથી અથવા અથડાવાથી બચવા માટે એકાએક બ્રેક મારવાથી ઉથલી પડીને ઘણા લોકો સ્થળ પરજ ર્મુત્યુ પામવાના સમાચાર વારંવાર સમાચાર પત્રોમાં આવે છે. જોકે આમાં મોટેભાગે જે લોકો હેલમેટ નથી પહેરતા, તેજ ભોગ બને છે. પરંતુ, સ્કુટર કે બાઇક ઉપર પાછળ બેસનાર તો ભાગ્યેજ હેલમેટ પહેરે છે અને આવા લોકોને અચૂક ખુબ ઇજા થાય છે.
કેટલાક વખત પહેલાં એક બહુજ કરૂણ અને હ્રદયદ્રાવક કિસ્સો મારી જાણમાં આવ્યો. એક નવુ પરણેલુ યુગલ સ્કુટર પર જતું હતું, પતિએ હેલ્મેટ પહેર્યું હતું, પણ પાછળ બેઠેલી પત્નિએ નહોતું પહેર્યું. રસ્તામાં આવેલી ગાય ને લીધે જોરથી બ્રેક મારવી પડી. સ્કુટર ઉથલી પડ્યું, પતિ ને હેલમેટને લીધે સાધારણ ઇજા થઇ પણ પત્નિ ને માથામાં સખત ઇજા થઇ અને આજે બે વર્ષ પછી સારવાર છતાંય પથારીવશજ છે. પત્નિ ગરીબ કુટુંબ માં ઉછરેલી. પણ પરિશ્રમ કરીને એન્જીનીયર થઇ. એના વીંખાયેલાં સ્વપ્નો, એને, એની માતા અને સારાય કુટુંબને માટે કેટલું કરૂણ હશે ? આ હકીકત છે.
આપણે સૌ આ સમાચારો વાંચીયે છીયે. ઘડીભર આ રસ્તામાં અટવાતાં ઢોર અને એના માલીક પર દાઝ ચઢે છે. પણ પછી તરતજ મન વાળી લઇએ છીયે. મારે શું ? મારા પરિવાર માં તો કોઇને ઇજા નથી થઇ ને ? આ માનસીકતા માટે મને Martin Niemoller ના ખુબ પ્રસીદ્ધ નીચેના શબ્દો યાદ આવે છે :
First they came for the socialists
but I did not speak because I a not asocialis
Then they came for the communists
but I did not speak because I was not a comunist
Then they came for trade unionists
but I did not speak because I was not a trade unionists
Then they came for jews
but I did not speak because I was not a jew
Then they came for me
and there was no one left to speak for me
“ આપણે શું ? “
આ સ્વકેંદ્રિત મનોર્વુત્તિએજ દુનિયાનો દાટ વાળ્યો છે. રશિયા-યુક્રેનમાં એજ થઇ રહ્યું છે. હજી પણ તમને એમ લાગતું હોય કે હું રાઇ નો પર્વત કરી રહ્યો છું તો જુઓ ખરેખર આપણિ રોડ-સેફ્ટિ ક્યાં જઇ રહી છે ?



શું તમને હૈયાધારણ છે કે આવા રસ્તાઓ પર પણ આપણે, આપણિ સ્ત્રિઓ, આપણાં બાળકો અને આપણા સ્વજનો સુરક્ષિત છે ?
મેં એક દીવસ બહુજ ચિવટથી સર્વે કર્યો. ફક્ત ૧૦ % લોકોજ હેલ્મેટ પહેરે છે. બાકીના બધાજ ભગવાન ભરોસે સ્કુટર / બાઇક હંકારે છે. સ્કુટર પર ત્રણ ચાર સવારી તો સામાન્ય છે. આમાં નાના ભુલકાં, સ્ત્રિઓ અને ર્વુદ્ધો પણ ખરા. પોલીસ પણ આંખ આડા કાન કરે છે.
આ ફોટાતો થોડાકજ આપ્યા છે. પણ હકીકતમાં કોઇ પણ રસ્તો ક્યારેય રસ્તામાં રઝળતી ગાયો, અને એમને રસ્તા વચ્ચોવચ બેફામ તગડી જતા બાઇક સવારો વગર તો ક્યારેય નથી હોતો. આ ઉપરાંત, હમણા રસ્તાઓ પર પડતા ખાડાઓએ (ભુવા) તો લોકોની લાચારી ખુબ વધારી દીધી છે.
જો તમને ખાતરી થઇ હોય કે હવે તો આપણા રસ્તાઓ ની અરાજકતા હદ વટાવી ગઇ છે, કંઇક કરવુંજ પડશે, તો જનતા-જર્નાદનને ઢંઢોળવા માટે આ વીકટ સમસ્યાને સોશ્યલ મીડીયા પર વહેતી કરો.